6000 દવાઓ પર લાગી શકે છે પ્રતિબંધ, જાણો કઈ છે આ દવાઓ

અમદાવાદઃ દેશમાં વેચાતી કેટલીક જેનેરિક દવાઓ પર ટૂંક જ સમયમાં પ્રતિબંધ લાગી શકે છે. માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ અને શરદી જેવી બીમારીઓમાં વપરાતી કેટલીક જેનેરિક દવાઓ પર પ્રતિબંધ લાગી શકે છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 6 હજારથી વધુ દવાઓ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર દવાઓ બનાવનારી કંપનીઓએ 328 ફિક્સ ડોઝ કોમ્બિનેશન વાળી દવાઓના પ્રભાવ અને દુષ્પ્રભાવનો અભ્યાસ કર્યા વગર જ આ દવાઓને બજારમાં રીલીઝ કરવામાં આવી હતી. આના કારણે સ્વાસ્થ્ય મંત્રાલયની આ મામલે નારાજગી પણ જોવા મળી હતી. આ નિર્ણયથી સન ફાર્મા, સિપ્લા, વોકહાર્ટ, અને ફાઈઝર જેવી ઘણી ફાર્મા કંપનીઓને મોટો ઝટકો લાગી શકે છે.

સુપ્રીમ કોર્ટનાં આદેશ પર ડીટીએબીએ 328 દવાઓની તપાસ કરી હતી જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રતિબંધની અસર સેરિડોન, એસ-પ્રોક્સિવોન, નિમિલાઇડ ફેન, જિટેપ પી, એમક્લોક્સ, લિનોક્સ એક્સ ટી અને જેથરિન એ એક્સ જેવી દવાઓ પર પડશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]