સરકારી બેંકો પર સરકારની લાલ આંખ, નાણાં પરત ન લઈ શકો તો કરવું પડશે ફંડિંગ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર સરકારી બેંકોમાં 20 લાખ કરોડ રૂપિયાનું છેલ્લું ફંડિંગ કરી રહી છે. સરકારે નિર્ણય કર્યો છે કે પ્રમુખ સરકારી બેંકોને હવે બેલઆઉટ પેકેજ નહીં આપવામાં આવે. પ્રાપ્ત માહિતી અનુસાર બેંકોને નોન કોર એસેટ્સ વેચીને અને એકબીજા સાથે વિલય કરીને પોતાના માટે ફંડ એકત્ર કરવું પડશે.ભારત એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા છે. દેશની કુલ 21 સરકારી બેંકો પાસે દેશના બેંકિંગ સેક્ટરની બે તૃતિયાંશ સંપત્તિ છે. પરંતુ બીજી એક હકીકત એવી પણ છે કે દેશમાં ફસાયેલા ઉધારનો 90 ટકા જેટલો ભાગ સરકારી બેંકોનો છે. ઓક્ટોબર 2017માં નાણા પ્રધાન અરૂણ જેટલીએ સરકારી બેંકોને 21 લાખ કરોડ રૂપીયાનું બેલઆઉટ પેકેજ આપવાની જાહેરાત કરી હતી જેથી બેંકોને બેડ લોનને રાઈટ ઓફ કરવામાં મદદ મળી શકે.

સ્ટેટ બેંકિંગ સેક્ટર પર નજર રાખનારા એક અધિકારીએ જણાવ્યું કે મને આશંકા છે કે હવે રીફેપિટલાઈઝેશન ન થવું જોઈએ. અત્યાર સુધી જે થયું તે થયું હવે વધુ નહી. અત્યારે પોતાને આ સ્થિતીમાંથી બહાર લાવવાની જવાબદારી બેંકોની છે. અમે લોકો તમને ખરાબ પરીસ્થિતીમાંથી બહાર લાવ્યા છે. જો તમે વારંવાર આ સ્થિતીમાં જતા રહેશો અને અમે તમને આ પરીસ્થિતીમાંથી બહાર લાવતા રહીશું એવું તો શક્ય નથી.