સબ્સિડી વગરનું LPG ગેસ સિલીન્ડર પાંચ રૂપિયા મોંઘું થયું; જેટ ફ્યુઅલ પણ ફરી મોંઘું થયું

મુંબઈ – આજે નાણાકીય વર્ષ 2019-20નો આરંભ સબ્સિડી વગરના LPG સિલીન્ડરના ભાવવધારા સાથે થયો છે. આની સાથે જ કેરોસીન તથા વિમાનોમાં વપરાતા ઈંધણ – જેટ ફ્યુઅલનાં ભાવમાં પણ વધારો કરાયો છે.

રાંધણ ગેસનું સબસિડી વગરનું સિલીન્ડર એક મહિનામાં બીજી વાર મોંઘું થયું છે. આ ગેસ સિલીન્ડરના ભાવમાં પાંચ રૂપિયા વધારવામાં આવ્યા છે. જ્યારે જેટ ફ્યુઅલ અથવા એટીએફના ભાવમાં 1 ટકો વધારો કરવામાં આવ્યો છે.

એલપીજીના ભાવમાં આ સતત બીજી વાર વધારો કરાયો છે. ગઈ 1 માર્ચે પ્રતિ સિલીન્ડરનો ભાવ રૂ. 42.5 વધારવામાં આવ્યો હતો.

ગ્રાહકો સબ્સિડીવાળા ગેસ સિલીન્ડરોનો ક્વોટા પૂરો થઈ ગયા બાદ સબ્સિડી-વગરનું સિલીન્ડર ખરીદતા હોય છે. ગ્રાહકોને 12 સિલીન્ડર સબ્સિડી સાથે મળે છે. સબ્સિડીવાળા સિલીન્ડરનો ભાવ બદલાયો નથી. એ રૂ. 495.86 જ છે.

કેરોસીનનાં ભાવમાં મામુલી વધારો કરાયો છે. રેશનિંગની દુકાનો મારફત વેચાતું કેરોસીન પ્રતિ લીટર રૂ. 32.54 ભાવનું થયું છે, જે ગઈ કાલ સુધી રૂ. 32.24 હતું.

જેટ ફ્યુઅલ મહિનામાં મહિનામાં આ સતત બીજી વાર વધારોક કરાયો છે. એમાં પ્રતિ કિલોલિટરે રૂ. 677.1 અથવા 1.07 ટકાનો વધારો કરાયો છે. આ સાથે જેટ ફ્યુઅલ પ્રતિ કિલોલિટર રૂ. 63,472.22 થયું છે.

હજી ગઈ 1 માર્ચે જ જેટ ફ્યુઅલના ભાવમાં 8.1 ટકાનો (પ્રતિ કિલોલિટર રૂ. 4,734.15)નો વધારો કરાયો હતો.

14.2 કિલોગ્રામ વજનનું સબ્સિડી-વગરનું રાંધણ ગેસ સિલીન્ડર પાંચ રૂપિયા મોંઘું કરાયું છે. એનો ભાવ હવે રૂ. 678.63 થયો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]