ફાટેલી કે રદ્દી ચલણી નોટ કેવી રીતે બદલાવશો?

નવી દિલ્હીઃ જો તમારી પાસે મેલી અથવા ફાટેલી નોટ છે અને તે ક્યાંય ચાલી રહી નથી તો પછી ચિંતા કરવાની કોઈ જરુર નથી. આપ ગમે ત્યાં અને કોઈપણ બેંકમાં જઈને તે નોટને ફ્રીમાં બદલાવી શકો છો. એટલે કે ફાટેલી કે ગંદી નોટ બદલવામાં તમારે કોઈપણ પ્રકારનો ચાર્જ નહી આપવો પડે અને કોઈપણ બેંક તે જ મૂલ્યની નવી નોટ આપશે. ખાસ વાત એ છે કે આપે નોટ બદલવા માટે તે બેંકના ગ્રાહક હોવું પણ જરુરી નથી. જે નોટને બદલવાની છે તેની સ્થિતી ભલે ગમે તેવી હોય બસ માત્ર નોટ પર તેની મુદ્રા લખેલી હોવી જોઈએ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના વર્ષ 2009 ના નિયમ અનુસાર તમામ બેંકોની શાખાઓ માટે જરુરી છે કે ત સામાન્ય જનતાને નોટ બદલવાની સુવિધા આપનારુ બોર્ડ પોતાના પરિસરમાં લગાવે. ઉલ્લેખનીય છે કે સમયની સાથે નોટ ખૂબ ગંદી થઈ જાય છે. આમાં એ નોટનો પણ સમાવેશ થાય છે કે જેના ટુકડાને ગુંદરથી ચોંટાડવામાં આવ્યા હોય. નિયમો અનુસાર આ પ્રકારની નોટોને આયકર, બિલો અને અન્ય સરકારી ચૂકવણી માટે પણ બેંક કાઉન્ટરો પર સ્વીકારવામાં આવવી જોઈએ. આ પ્રકારની નોટ આ પોતાના બેંક અકાઉન્ટમાં જમા કરાવી શકો છે. જો કે સામાન્ય રીતે આપ ખરાબ થયેલી અથવા તો ફાટેલી નોટોને બદલીને પૂરા પૈસા બેંક પાસેથી પ્રાપ્ત કરી શકો છો.
આ જ પ્રકારે જો આપની પાસે ફાટેલી નોટ હોય તો તેને પણ બેંકમાં બદલાવી શકાય છે. નિયમ અનુસાર જો નોટનો કોઈ ભાગ ન હોય અથવા તો નોટ ઘણા ભાગોમાં વહેંચાયેલી હોય એટલે કે વધારે ફાટી ગહોય અને તેના ઘણા ટુકડા થયા હોય તો તેને ફાટેલી નોટની શ્રેણી માનવામાં આવશે. નિયમ અનુસાર જો આપની પાસ કોઈ નોટનો ઓછામાં ઓછો 50 ટકા ભાગ છે તો આપને પૂરા પૈસા મળશે.

જો કે તમારી પાસે નોટનો 50 ટકા કરતા ઓછો ભાગ છે તો આપને કંઈ જ નહી મળે. જો નોટ 20 રુપિયાથઈ વધારે મૂલ્યની છે અને આપની પાસે તેનો 80 ટકાથી વધારે ભાગ છે તો નોટનું મૂલ્ય પૂરુ મળશે. જો કે નોટનો 40 થી 80 ટકા વચ્ચેનો ભાગ છે તો અડધી રકમ મળશે અને નોટનો 40 ટકા જેટલો જ ભાગ જો તમારી પાસે છે તો પછી તમને કંઈ જ નહી મળે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]