કાર-બજારમાં ઉતરશે એપલ; 2024માં આવશે પહેલી કાર

ન્યૂયોર્કઃ ટેક્નોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની એપલ આગામી વર્ષોમાં મોટરકારોની દુનિયામાં પ્રવેશ કરવાની છે. અહેવાલો અનુસાર, કંપની 2024 સુધીમાં તેની ઈલેક્ટ્રિક કારનું ઉત્પાદન શરૂ કરી દેશે.

એપલની કાર એડવાન્સ્ડ બેટરી ટેક્નોલોજીવાળી અને પેસેન્જર કાર હશે. એપલ કંપની પ્રોજેક્ટ ટાઈટન નામથી 2014ની સાલથી ઓટો સેક્ટરમાં એન્ટ્રી કરી ચૂકી છે. કંપની અગાઉ કારની ડિઝાઈનનું કામ કરતી હતી અને ત્યારબાદ તે કારના સોફ્ટવેરને ડેવલપ કરવામાં આગળ વધી છે. હવે એપલ આ પ્રોજેક્ટ પર બહુ ઝડપથી કામ કરી રહી છે. એનું લક્ષ્ય ગ્રાહકો માટે એક ઉપયોગી વાહન બનાવવાનું છે. તેનો પ્લાન કોઈક એવી નવી બેટરી ડિઝાઈન કરવાનો છે જે બેટરીનો વપરાશ ઘણો ઓછો કરી દે અને કારની રેન્જમાં વધારો કરી દે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]