‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ રેન્કિંગ્સઃ આંધ્ર પ્રદેશ સતત બીજા વર્ષે ટોપ પર

નવી દિલ્હી – વ્યાપાર કરવાનું ભારતના કયા રાજ્યમાં સૌથી વધારે આસાન અને સરળ છે? ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ માટે વિશ્વ બેન્કે તૈયાર કરેલા રેન્કિંગ્સ જાહેર કરવામાં આવ્યા છે. આંધ્ર પ્રદેશ આ યાદીમાં સતત બીજા વર્ષે ટોચ પર રહ્યું છે.

યાદીમાં આંધ્ર પ્રદેશ બાદ તેલંગણા, હરિયાણા, ઝારખંડ, ગુજરાત, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, કર્ણાટક અને રાજસ્થાન આવે છે.

રેન્કિંગ્સની પહેલી આવૃત્તિ વખતે માત્ર સાત રાજ્યોએ જ કેન્દ્ર સરકારે સૂચવેલા આર્થિક સુધારાના 50 ટકા સુધારા અમલમાં મૂક્યા હતા. બીજી આવૃત્તિ વખતે 18 રાજ્યોએ 50 ટકાથી વધારે સુધારા અમલમાં મૂક્યા હોવાનું માલૂમ પડ્યું છે.

ગયા વર્ષના કેન્દ્રીય બજેટમાં કેન્દ્ર સરકારે રાજ્યો માટે એવા 372 એક્શન પોઈન્ટ્સ શોધી કાઢ્યા હતા જે એમણે મિશન તરીકે હાથ ધરવાના હતા.

2916માં, ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ રેન્કિંગ્સમાં આંધ્ર પ્રદેશ અને તેલંગણા સંયુક્ત રીતે ટોપ પર રહ્યા હતા.

ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસમાં સુધારો થાય તો વધારે ઈન્વેસમેન્ટ મળી શકે અને ઈન્વેસ્ટરો માટે વધારે સારું બિઝનેસ વાતાવરણ મળી શકે.

વર્લ્ડ બેન્કના નવા ડૂઈંગ ઓફ બિઝનેસ રેન્કિંગ્સ રિપોર્ટમાં, ભારતનું રેન્કિંગ સુધર્યું છે. 190 દેશોમાં તે 100 દેશોની અંદર સ્થાન મેળવી શક્યું છે. ભારત સરકાર દેશને ટોપ-50માં લાવવા ઈચ્છે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]