PNB કૌભાંડમાં અલાહાબાદ બેંકના 2000 કરોડ અને SBIના 1360 કરોડ ફસાયા

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંકના 11 હજાર 400 રૂપિયાના ગોટાળામાં અલાહાબાદ બેંકના આશરે 2 હજાર કરોડ રૂપિયા ફસાયેલા છે. આના સિવાય સ્ટેટ બેંકે પણ 13 હજાર 360 કરોડ રૂપિયાનું ઉધાર આપ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અલાહાબાદ બેંકે 2 હજાર કરોડ રૂપીયા આપ્યા હોવાની વાત સામે આવી છે. જાહેર કરવામાં આવેલા ડોક્યુમેન્ટના આધારે અન્ય બેંકોની વિદેશમાં આવેલી બ્રાંચોએ નીરવ મોદીની કંપનીઓને ઉધાર આપ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ પૈસા અલાહાબાદ બેંકની હોંગકોંગ બ્રાંચથઈ પીએનબીના નોસ્ટ્રો ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બેંકે આ પૈસાની વસૂલી માટે પહેલા જ દાવો કર્યો હતો.

પીએનબી દ્વારા જાહેર કરવામાં આવેલા પુરાવાઓના આધાર પર એસબીઆઈએ 21.2 કરોડ ડોલરનું ઉધાર આપ્યું છે. જો કે સાર્વજનિક ક્ષેત્રની આ બેંકે સીધું જ નીરવ મોદીને કોઈ ઉધાર આપ્યું નથી. એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે જણાવ્યું હતું કે અમે નીરવ મોદીને સીધું જ કોઈ ઉધાર આપ્યું નથી પરંતુ પીએનબીને આપ્યું છે.