શેરબજાર ઑલ ટાઈમ હાઈઃ સેન્સેક્સ વધુ 198 અને નિફટી 64 પોઈન્ટ પ્લસ

અમદાવાદ– શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે રેકોર્ડબ્રેક તેજીની આગેકૂચ રહી હતી. ગ્લોબલ સ્ટોક માર્કેટના સતત પોઝિટિવ અહેવાલોને પગલે તેજીવાળા ઓપરેટરોની નવી લેવાલી ચાલુ રહી હતી. પરિણામે સેન્સેક્સ અને નિફટી હાઈનો નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો હતો. ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સે 34,385.67 ઑલ ટાઈ હાઈનું નવું લેવલ બતાવ્યું હતું અને નિફટી 10,631.20 ઑલ ટાઈમ હાઈનું લેવલ દર્શાવ્યું હતું. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 198.94(0.58 ટકા) ઉછળી 34,352.79 લાઈફ હાઈ બંધ રહ્યો હતો. અને એનએસઈ નિફટી 64.75(0.61 ટકા) વધી 10,623.60 ઑલ ટાઈમ હાઈ બંધ રહ્યો હતો.અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટેક્સ રેટ ઘટાડ્યા ત્યારથી ડાઉ જોન્સ અને નેસ્ડેક નવા રેકોર્ડ લેવલ બતાવી રહ્યો છે. તેની તેજી પાછળ એશિયાઈ અને યુરોપના સ્ટોક માર્કેટ ઝુમી ઉઠ્યા છે. આથી ભારતીય શેરબજારના સેન્ટિમેન્ટ પર તેજીની અસર જોવા મળી છે. તેમજ હેવીવેઈટ શેરોમાં ઈન્ફોસીસ ટેકનોલોજી, એચડીએફસી, એસબીઆઈ, ઓએનજીસી, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈટીસી, મારુતિ અને એચડીએફસી બેંકમાં નવી લેવાલીથી તેજીની આગેકૂચ રહી હતી.

  • શુક્રવારે માર્કેટ બંધ થયા પછી વર્ષ 2017-18 માટે જીડીપી ગ્રોથનું અનુમાન ઘટાડીને 6.5 ટકા કરાયું છે. જેની માર્કેટના સેન્ટિમેન્ટ પર કોઈ અસર જોવા મળી ન હતી.
  • સંસદનું બજેટ 29 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે, અને પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ થશે.
  • આમ આ બજેટમાં મોદી સરકાર પાસે રીફોર્મ્સ માટે ખુબ મોટી આશા છે.
  • કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો અને કરવેરાનું સરળીકરણ કરાય તેવી અપેક્ષા રખાય છે.
  • જીએસટી ક્લકેશન કેમ વધે અને સરકારની આવક વધે તે માટે નક્કર પગલા ભરાશે. તેવી ધારણા રખાઈ છે.
  • આજે તમામ સેકટરના શેરોમાં નવી લેવાલીથી તેજીની આગેકૂચ રહી હતી.
  • રોકડાના શેરોમાં ધૂમ લેવાલી આવી હતી, બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 177.52 ઊંચકાયો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 190.85 ઉછળ્યો હતો.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]