બે વર્ષમાં ભારતની તમામ બસો ઈલેકટ્રિક હશેઃ નીતિન ગડકરી…

નવી દિલ્હીઃ કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ઈલેકટ્રિક વાહનો મામલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ગડકરીએ કહ્યું કે આવનારા બે વર્ષમાં ભારતની તમામ બસો ઈલેક્ટ્રિકમાં બદલાઈ જશે.

ગડકરીએ જણાવ્યું કે જે લોકો ઈલેકટ્રિકમાં શિફ્ટ નહી કરે, તેમની પાસે સ્વચ્છ ઈંધણ તરીકે બાયો સીએનજી, એથેનોલ, મેથનોલનો વિકલ્પ ઉપ્લબ્ધ હશે. આપને જણાવી દઈએ કે આ પહેલા પણ ગડકરી નિવેદન આપી ચૂક્યા છે કે ઈલેકટ્રિક મોબિલિટી નેચરલ પ્રોસેસથી ચલણમાં આવી જશે. આને નિયમ બનાવીને જબરદસ્તી ન થોપી શકાય અને ન તો પેટ્રોલ અને ડીઝલ વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે.

ઓટો મોબાઈલ સેક્ટર અત્યારે મંદીમાંથી પસાર થઈ રહ્યું છે તેવા સમયે નીતિન ગડકરી ઈલેકટ્રિક વ્હીકલ્સનું સમર્થન કર્યું છે. અને ઘણીવાર આના પક્ષમાં નિવેદન આપતા રહે છે. જો કે નીતિ આયોગના પેટ્રોલ અને ડીઝલ ચાલિત ટૂ-વ્હીલર, થ્રી વ્હીલર વાહનો પર પ્રતિબંધ લગાવવાના પ્રસ્તાવને લાગૂ કરવાના પ્રસ્તાવ પર પણ રોક લગાવી ચૂક્યા છે.

આપને જણાવી દઈએ કે સરકારી થિંક-ટેંક નીતિ આયોગે આ વર્ષે જૂન માસમાં એક ભલામણ કરી હતી. આ અંતર્ગત પેટ્રોલ-ડીઝલથી ચાલતા તમામ ટૂ-વ્હીલર વાહનોને વર્ષ 2023 અને થ્રી વ્હીલર વાહનો પર વર્ષ 2025 સુધી પૂર્ણ પ્રતિબંધ લગાવવાની સમયસીમા નક્કી કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]