એરટેલ લાવી રહ્યું છે સાવ સસ્તો 4જી સ્માર્ટફોન, જાણો વધુ વિગતો…

નવી દિલ્હીઃ ભારતના ટેલીકોમ માર્કેટમાં જિઓને ટક્કર આપવા માટે એરટેલ એક નવો અને સસ્તો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. એરટેલ 1000 રુપિયાથી ઓછી કીંમતનો નવો 4જી સ્માર્ટફોન લોન્ચ કરશે.

આનાથી એરટેલ પોતાના એવા ગ્રાહકોને આકર્ષીત કરવાની તૈયારીમાં છે કે જેઓ અત્યાર સુધી 2જી અથવા 3જીનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે એરટેલ આશા રાખી રહી છે કે આ સસ્તો 4જી સ્માર્ટફોન જ્યારે લોન્ચ થશે ત્યારબાદ 4જી ગ્રાહકોની સંખ્યામાં વૃદ્ધિ થશે.

પ્રાપ્ત વિગતો અનુસાર એરટેલ આ ફોન સાથે ઘણીબધી નવી ઓફર્સ પણ આપવાની તૈયારીમાં છે. આપને જણાવી દઈએ કે અત્યારે બજારમાં 4જી વીઓએલટીઈ સ્માર્ટફોનની શરુઆતી કીંમત 2,000 રુપિયાથી 3,500 વચ્ચે છે ત્યારે આવા સમયે એરટેલ 1,000 રુપિયાથી પણ ઓછી કીંમત વાળો 4જી સ્માર્ટફોન લોન્ચ કરીને બજારમાં ધમાલ મચાવી શકે છે.

અત્યારે બજારમાં જિઓના સસ્તા 4જી ફોનની બોલબાલા છે પરંતુ આ એક ફીચર ફોન છે. ત્યારે આવામાં આ એરટેલનો એક મોટો પ્લાન માનવામાં આવી રહ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]