એર ઈન્ડિયાને ગમે તે ભાવે નહી વેચે સરકાર

નવી દિલ્હી– એર ઈન્ડિયા માટે જો વાજબી કીમત નહી મળે તો સરકાર એરલાઈન કંપનીને નહી વેચે. એવિએશન સેક્રેટરી આર એન ચૌબેએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જો બિડ પ્રાઈઝ વાજબી નહી હોય તો સરકાર નક્કી કરશે કે એર ઈન્ડિયાને વેચવું કે નહી.

સરકારે એર ઈન્ડિયામાં પોતાનો 76 ટકા હિસ્સો વેચવા માટે બિડ મંગાવી છે. તેમજ સરકારે આ વર્ષના ડીસેમ્બરમાં કંપનીને નવા માલિકને મેનેજમેન્ટ આપી દેવાની યોજના બનાવી છે.

સરકારે કંપની માટે સૌથી ઊંચી બોલી લગાવનાર વ્યક્તિ માટેનો નિર્ણય આ વર્ષના ઓગસ્ટ સુધીમાં લેવાની યોજના વિચારી છે. કંપનીના નવા માલિકે ત્યાં સુધીમાં રેગ્યુલેટરી પાસેથી મંજૂરી મેળવાની રહેશે. સૌથી ઊંચી બોલી બિડ આપનાર અને સ્ટેક સેલ પહેલા કેટલીક બાકી રહેલી ચીજો જેવી કે કંપનીની સબ્સટેન્શિયલ ઓનરશિપ એન્ડ ઈફેક્ટિવ ઓનરશિપ ક્રાઈટેરિયા પર ખરુ ઉતરવાનું રહેશે. તે સાથે સિક્યુરિટી ક્લિયરન્સ પણ લેવાનું રહેશે. સરકાર હાલ એર ઈન્ડિયાની ફ્લોર પ્રાઈઝ નક્કી કરવાની પ્રક્રિયામાં પડી છે. તેનો અર્થ એવો થાય છે કે સરકાર એર ઈન્ડિયામાં હિસ્સો સસ્તા ભાવમાં નહી વેચે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]