ડેટા લીકઃ ઝકરબર્ગની સંપત્તિમાં 1 સપ્તાહમાં 53 હજાર કરોડનો ઘટાડો

નવી દિલ્હીઃ ડેટા લીક વિવાદે એકઝાટકે જ માર્ક ઝકરબર્ગને નભથી જમીન પર બેસાડી દીધાં છે. પૂરો વિવાદ સામે આવ્યાં બાદ ફેસબૂકના માર્કેટ કેપની સાથે જ ઝકરબર્ગની આવકમાં પણ ઘટાડો નોંધાયો છે. ગત એક સપ્તાહમાં જો તેમની પર્સનલ વેલ્થ પર નજર નાંખીએ તો તેમાં આશરે 53 હજાર કરોડ રૂપિયાની કમી આવી છે. ઝકરબર્ગે આ મામલે માફી પણ માગી છે પરંતુ તેમની આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

બ્લૂમબર્ગ બિજલેનિયર ઈન્ડેક્ટ્સ પર નજર નાંખીએ તો આ સપ્તાહે ઝકરબર્ગની સંપત્તિમાં ઘટાડો નોંધાયો છે. ઝકરબર્ગનો વેપાર સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારે 75.3 અરબ ડોલર હતો જે ઘટીને 67.3 અરબ ડોલર થઈ ગયો છે. એટલે કે માત્ર પાંચ દિવસમાંજ ઝકરબર્ગને 8 અરબ ડોલરનું નુકસાન થયું છે. અર્થાત પ્રતિદિન તેમને 1.6 ડોલર એટલે કે 10 હજાર કરોડનું નુકસાન આવ્યું છે. આપને જણાવી દઈએ કે ફેસબુક શરૂ થયું ત્યારબાદના સમયમાં ઝકરબર્ગની આવક 53 હજાર કરોડ રૂપિયા હતી. એટલે એવું પણ કહી શકાય કે ઝકરબર્ગે જેટલી સંપત્તિ 8 વર્ષમાં ભેગી કરી હતી તેટલી જ સંપત્તિ માત્ર 5 દિવસમાં ડૂબી ગઈ.

ગુરૂવારે અમેરિકી સ્ટોક માર્કેટ ખુલતાની સાથે જ ડાઉ જોંસ પર ફેસબુકના શેરમાં ઘટાડાની શરૂઆત થવા લાગી. ગુરૂવારના વેપારમાં કંપનીનો શેર 2.66 ટકા ઘટીને 164.89 ડોલર પર આવી ગયો. ગત પાંચ દિવસમાં કંપનીના શેરોમાં ભારે ઘટાડો નોંધાયો છે. ગત પાંચ દિવસ દરમીયાન ફેસબુકના શેરોની કિંમત 185થી ઘટીને 164.89 ડોલર સુધી આવી ગઈ છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]