અબૂ ધાબીમાં ભારતીય મૂળના એક વ્યક્તિને 18.65 કરોડની લોટરી લાગી

નવી દિલ્હીઃ સંયુક્ત અરબ અમીરાતમાં ભારતીય મૂળના એક વ્યક્તિને અબૂધાબીમાં 27 લાખ ડોલરની લોટરી લાગી છે. બિગ ટિકીટ અબૂધાબી લોટરીમાં સતત ચોથીવાર ભારતીયનો નંબર નિકળ્યો છે.

રિપોર્ટ અનુસાર, રવિન્દ્ર ભુલ્લરને ડ્રોમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. આ ડ્રો અબૂધાબી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આયોજિત કરવામાં આવ્યો હતો. જો કે ભુલ્લર તે સમયે મુંબઈ હતા તેથી તેમને આની તુરંત જાણ ન થઈ શકી. તેમની પુત્રીએ આયોજકોને જણાવ્યું કે તે મુંબઈમાં છે અને તેમની સાથે એક સપ્તાહ બાદ વાત થઈ શકશે.

આ પહેલા ફેબ્રુઆરી મહીનામાં પણ અબૂધાબીમાં ભારતીય મૂળના એક વ્યક્તિને લોટરીમાં એક કરોડ દિરહામ એટલે કે 19.45 કરોડ રુપિયા મળ્યા હતા. પ્રશાંત પંડરથિલે અબૂધાબીમાં બિગ ટીકિટ માટે ઓનલાઈન ટીકીટ ખરીદી હતી. બિગ ટિકીટ અબૂધાબીમાં રોકડ પુરસ્કાર અને લક્ઝરી કાર માટે સૌથી મોટી અને સૌથી લાંબા સમયથી ચાલી રહેલી માસિક લોટરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]