એપ્રિલ 2018માં મનરેગા વેતનની 99% ચૂકવણી બાકી

નવી દિલ્હીઃ આ વર્ષે ઘણાં રાજ્યોમાં મનરેગામાં મજૂરી વધી નથી. આંકડાઓ દર્શાવી રહ્યાં છે કે દેશમાં માર્ચ-એપ્રિલમાં મનરેગા હેઠળ થયેલાં કામોના 85થી 99 ટકા મજૂરીના ચૂકવણાં બાકી છે. એપ્રિલમાં આ હેતુથી કરાયેલાં 99 ટકા ફંડ ટ્રાન્સફરના ઓર્ડર હજુ નીકળ્યાં નથી અને કામદારોના ખાતાં નાણાં પહોંચ્યાં નથી. ફેબ્રુઆ-માર્ચ 17માં થયેલાં એફટીઓમાં ક્રમશઃ 64 અને 86 ટકા હિસ્સો હજુ વિલંબિત થયેલો છે.જાન્યુઆરી 2016માં મનરેગા ચૂકવણાંઓમાં નેશનલ ઇલેકટ્રોનિક ફંડ મેનેજમેન્ટ સીસ્ટમમાં લાગુ પાડવામાં આવ્યું ત્યારથી  કેન્દ્ર સરકાર આ પ્રક્રિયા ઉપર પ્રભુત્વ ધરાવે છે. ઉપરાંત કેન્દ્રના નાણાં મળવા સુધીમાં જે રાજ્ય સરકારો પોતાના ફંડમાંથી તરત નાણાં છૂટાં કરતી હતી  તે પણ હવે થઇ શકતાં નથી.

ગત વર્ષે 3000 કરોડનું ફંડ કેન્દ્રીય મંત્રાલયે ફંડ ટ્રાન્સફર ઓર્ડરના અભાવે રોક્યું હતું. ગત ઓગસ્ટમાં 2017માં ગ્રામીણ વિકાસ મંત્રાલયે 17,000 કરોડ રુપિયાની માગણી કરી હતી પરંતુ 7000 કરોડ રુપિયા જ ફાળવવામાં આવ્યાં હતાં અને તે પણ જાન્યુઆરી 2018માં આપવામાં આવ્યાં હતાં. વર્ષની શરુઆતમાં નાણાંની તંગી હોતી નથી તેથી માર્ચ-એપ્રિલમાં એફટીઓમાં વિલંબનું કારણ મનરેગાના જાણકારોની સમજમાં આ રહ્યું નથી.

ઉલ્લેખનીય છે કે એક કેસને લઇને આ પહેલાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 15 દિવસની અંદર મનરેગા મજૂરી ચૂકવવાનો નિર્દેશ કરી ચૂકી છે

નાણાંવિભાગના દસ્તાવેજોમાં સરકાર ખુદ સ્વીકાર કરી રહી છે કે મનરેગાની મજૂરીનું પૂરું વળતર આપવામાં આ રહ્યું નથી. સરકારનું કહેવું છે કે તેમ કરવાથી મોટો આર્થિક બોજ પડી શકે છે. કેટલીક સંસ્થાઓનું કહેવું છે કે કેન્દ્ર સરકાર દ્વારા મનરેગાને સૌથી ગરીબ જિલ્લા સુધી સીમિત કરવાની યોજના અને મજૂરી-સામાન અનુપાત ઘટાડવાનું આડકતરું પગલું નિષ્ફળ રહ્યું હોવાથી સીધા ફંડમાં કાપ મૂકીને મનરેગા કાયદાનું ઉલ્લંઘન કરી રહી છે.