દેશમાં આવકવેરો ચૂકવનારાઓની યાદીમાં નવા 75 લાખનો ઉમેરો થયો

નવી દિલ્હી – દેશની તિજોરી કરદાતાઓ દ્વારા ચૂકવવામાં આવતા કરવેરાથી ભરાઈ રહી છે. વર્ષ 2018-19માં આવકવેરાની જાળમાં અત્યાર સુધીમાં નવા 75 લાખ કરદાતાઓનો ઉમેરો થયો છે.

એક સિનિયર સરકારી અધિકારીના જણાવ્યા મુજબ, સરકારનો ટાર્ગેટ છે કે આવતા વર્ષના માર્ચમાં પૂરા થતા ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં આવકવેરાની નેટમાં 1.25 કરોડ લોકોને ઉમેરવાનો છે.

સરકારની સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ સંસ્થાનું કહેવું છે કે એણે વીતી ગયેલા નાણાકીય વર્ષમાં નવા 1.06 કરોડ નવા કરદાતાઓનો ઉમેરો કર્યો હતો.