નવી દિલ્હીઃ બાઈકના દિવાનાઓ માટે વર્ષ 2019 શાનદાર જશે. કારણ કે આવતા વર્ષે શાનદાર અને દમદાર બાઈક્સ લોન્ચ થવાના છે. 2019માં યામાહા, હીરો મોટો કોર્પ, કે ટીએમ, કાવાસાકી, અને બજાજ વચ્ચે કાંટે કી ટક્કર થશે. આ તમામ કંપનીઓ યૂથને ધ્યાનમાં રાખીને બાઈક લોન્ચ કરવા જઈ રહી છે. જો કે આ વર્ષે 2018 માં BMW G10, રોયલ એન્ફીલ્ડનું ઈન્ટરસેપ્ટ અને કોન્ટિનેંટલ જીટી 650 સૂઝુકીનું બર્ગમેન જેવા બાઈક્સ લોન્ચ થયાં હતા. જો તમે પણ સ્પીડના દિવાના છો તો અમે આપના માટે લઈને આવ્યા છીએ નવા વર્ષે લોન્ચ થનારા બાઈક્સ વિશેની પૂરી માહિતી.
KTM 390 Adventure
કંપની 2019માં કેટીએમ 390 એડવેન્ચર ભારતમાં લોન્ચ કરવા જઈ રહી છે. આ ભારતમાં કેટીએમ એડવેન્ચર સીરિઝનું પ્રથમ બાઈક હશે. બાઈકમાં કંપની 373 સીસીનું સિંગલ સિલિન્ડર એન્જીન આપશે. જે 43 બીએચપીની તાકાત અને 37 એનએમનો ટોર્ક જનરેટ કરે છે.
2019 માં યામાહા કંપની Yamaha MT 15 લોન્ચ કરશે. આને ભારતીય બજારમાં 150 સીસી સેગમેન્ટમાં લોન્ચ કરવામાં આવશે. યામાહા આર 15માં 155 સીસી સિંગલ-સિલિન્ડ આપવામાં આવશે. આમાં 19.3 બીએચપી પાવર અને 15 એનએમ ટોર્ક જનરેટ થાય છે. આ બાઈકને કંપની માર્કેટમાં પહેલાથી જ ઉપસ્થિત પલ્સર 200 અને ટીવીએસ અપાચે 200ને ટક્કર આપવા માટે ઉતારી રહી છે.
આ બાઈકને વર્ષ 2019ની શરુઆતમાં લોન્ચ કરવામાં આવશે. આમાં 198 સીસી, સિંગલ-સિલિન્ડર 2-વાલ્વ એન્જિન છે, જે 8000 આરપીએમ પર 18 બીએચપીનો પાવર અને 6500 આરપીએમ પર 17.1 એનએમ ટોર્ક જનરેટ કરે છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ બાઈક ટૂરિંગ માટે પરફેક્ટ હશે.
Kawasaki Z400
કંપનીએ કાવાસાકી Z400 ને પહેલીવાર ઈઆઈસીએમએ મોટરસાઈકલ શો દરમિયાન ડિસ્પ્લે કર્યું હતું. આ શો મિલાનમાં આયોજિત થયો હતો. આ બાઈકમાં 399 સીસીનું એન્જિન આપવામાં આવ્યું છે. જે 44 બીએચપી પાવર અને 38 એનએસ ટોર્ક જનરેટ કરે છે.
2019માં બજાજની ડોમિનરને ઘણા નવા અપગ્રેડ્સ સાથે લોન્ચ કરવામાં આવશે. બાઈકમાં 373 સીસીનું એન્જિન આપવામાં આવશે. આનું એન્જિન 34.5 પીએચપીનો પાવર અને 35 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. 2019માં લોન્ચ થનારી ડોમિનરમાં એગ્જોસ્ટ મફલર અને નવા કલર્સ સહિત અન્ય પણ કેટલાક નવા ફિચર આપવામાં આવશે.