વિદ્યાર્થીઓને નાણાની બચત કરવા આ ટીપ્સ કામ લાગશે

નવી દિલ્હી: જે વિદ્યાર્થીઓએ હમણા હમણા જ તેમના કોલેજ જીવનની શરુઆત કરી હશે, તેમને પર્સનલ ફાઈનાન્સ મેનેજ કરવું મુશ્કેલ લાગે છે. કારણ કે ઘરની બહાર જતા અનેક પ્રકારના નાના-મોટા ખર્ચાઓ ઉભા હોય છે. કોલેજ જીવનની શરુઆતના વર્ષો દરમ્યાન વિદ્યાર્થીઓનો એક મોટા વર્ગ એવો છે જે તેમના માસિક બજેટ કરતા વધુ ખર્ચ કરે છે. આ સ્થિતિમાં તેઓ ઘણી વખત મોટા ભાઈ-બેહન અથવા મિત્રો પાસેથી વધારાના પૈસા ઉછીના લેવા મજબૂર બને છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કોલેજના વિદ્યાર્થીઓ માટે 5 પર્સનલ ફાઈનાન્સ ટીપ્સ.

બજેટની અંદરમાં ખર્ચ કરવાનો પ્રયત્ન કરો

આ કોલેજના તમામ વિદ્યાર્થીઓ માટે પ્રાથમીક અને મહત્વપૂર્ણ સલાહ છે કારણ કે, બજેટની અંદર ખર્ચ કરવાથી પર્સનલ ફાઈનાન્સને બેલેન્સ રાખવાની સાથે સાથે જીવનના ખરાબ સમય માટે નાણાની બચત કરવામાં મદદ કરે છે.

વધુ પડતા બિનજરૂરી ખર્ચ પર અંકુશ

વિદ્યાર્થીઓ એ હંમેશા વધારાના ખર્ચ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. બિનજરૂરી ખર્ચાઓ પર અંકુશ મુકીને માત્ર જરૂરી વસ્તુઓ પર જ ખર્ચ કરવો જોઈએ.

મિત્રો પાસેથી નાણા ઉછીના લેવાનું ટાળો

વિદ્યાર્થીઓએ નાણાના એવા સોર્સ પર ધ્યાન ન આપવું જોઈએ જેના મારફતે પળભરની જરૂરીયાતો સંતોષાતી હોય. વારંવાર મિત્રો પાસેથી નાણા ઉછીના માગવા અને સમય પર તેમને પરત ન કરવાથી તમારી મિત્રતામાં તિરાડ પડી શકે છે.

અભ્યાસ પૂરતા જ પુસ્તકો ખરીદો

કેટલાક વિદ્યાર્થીઓને પુસ્તકો અને અન્ય મેગેઝિનો એક્ત્ર કરવાનું પસંદ હોય છે, જેની સામાન્ય રીતે કોઈ જરૂરીયાત નથી હોતી. આ સામાન્ય રીતે બોર્ડ કે યૂનિવર્સિટી દ્વારા નિર્ધારિત પારંપારિક અભ્યાસ સામગ્રીની તુલનામાં વધારે હોય છે. ઘણા બધા પુસ્તકો ખરીદવાને બદલે વિદ્યાર્થીઓ એ અન્ય વિકલ્પો જેમકે પુસ્તકો સંબંધિત સામગ્રી, વગેરને સોફ્ટ કોપી શોધવી જોઈએ.

ઓફરનું ધ્યાન રાખો

વિદ્યાર્થીઓએ ખર્ચ ઓછો કરવા માટે ડાઈનિંગ આઉટ, અભ્યાસ સામગ્રી, મુસાફરી, વાહન ખરીદી, ગેજેટ્સ ખરીદી વગેરે પર મળતા ડિસ્કાઉન્ટનું ધ્યાન રાખવું જોઈએ. અને આ પ્રકારની ઓફરનો લાભ લેવો જોઈએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]