બજાજ ફાઈનાન્સે 37 હજાર ટકા રીટર્ન આપી રોકાણકારોને કર્યાં માલામાલ

નવી દિલ્હીઃ નોન બેંકિંગ ફાઈનાન્સ કંપની બજાજ ફાઈનાન્સના શેરોએ છેલ્લા 15 વર્ષમાં 370 ગણુ રિટર્ન આપ્યું છે. એટલે કે 2,003 રુપિયામાં જેમણે 27,027 રુપિયાના શેર ખરીદ્યા હશે તેઓ આજે કરોડપતી બની ગયા છે. વર્ષ 2003માં બજાજ ફાઈનાન્સના શેરોની કીમત 4.5 રુપિયા હતી જે 15 વર્ષમાં 37 હજાર ટકા વધી ગઈ. આ પ્રકારે જ 16 ફેબ્રુઆરી 2018ના રોજ તેની કીમત 1,690 રુપિયા સુધી પહોચી ગઈ છે. બજાજ ફાઈનાન્સ એ બજાજ ફિનસર્વની એક સહાયક કંપની છે કે જેણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર 30 ટોપ લિસ્ટેડ કંપનીઓમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. વર્ષ 2003માં આ કંપનીનો માર્કેટ કેપ 100 કરોડ રુપિયા હતો, જે હવે વધીને 1 લાખ કરોડ રુપિયા થઈ ચૂક્યો છે. વિશેષજ્ઞોનું માનીએ તો બજાજ ફાઈનાન્સ આવનારા બે વર્ષમાં 40 ટકા સુધીનું રિટર્ન આપી શકે છે.

નાણાકીય વર્ષ 2017માં કંપનીની એયૂએમ વધીને 60 હજાર 194 કરોડ રુપિયાની થઈ ગઈ હતી, જે નાણાકીય વર્ષ 2008માં આશરે 2 હજાર 478 રુપિયાની હતી. એટલે કે એયૂએમમાં વાર્ષિક દર પર 43 ટકાનો ગ્રોથ નોંધવામાં આવ્યો હતો. થોડા સમય પહેલા જ વિશેષજ્ઞો સાથે કરવામાં આવેલા કોન્ફરન્સ કોલમાં કંપનીના મોટા અધિકારીઓએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2018માં કંપનીની બેલેન્સશીટ 80 હજાર કરોડ રુપિયાથી વધીને 83 હજાર કરોડ રુપિયા સુધી રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]