ભારતમાં લોન્ચ થઈ કાવાસાકી નિન્જા મોટરબાઈક; કિંમત છે રૂ. 9.99 લાખ

નવી દિલ્હી – ઈન્ડિયા કાવાસાકી મોટર્સ કંપનીએ ભારતમાં કાવાસાકી નિન્જા 1000નું 2019નું મોડેલ લોન્ચ કર્યું છે. તેનું બુકિંગ દેશભરમાં કાવાસાકીના ડીલર્સ ખાતે શરૂ કરવામાં આવ્યું છે.

2019 Kawasaki Ninja 1000 આ બાઈકની કિંમત છે રૂ. 9.99 લાખ (એક્સ-શોરૂમ દિલ્હી).

કાવાસાકી નિન્જા બાઈકના હાલના મોડેલની સરખામણીમાં નવા મોડેલમાં કોઈ મિકેનિકલ ફેરફારો કરાયા નથી, પરંતુ નજીવા કોસ્મેટિક અપગ્રેડ્સ કરવામાં આવ્યા છે.

કાવાસાકી નિન્જા 1000 બાઈકમાં ચિન સ્પોઈલર્સ છે અને ડ્યુઅલ LED હેડલાઈટ્સ છે.

2019 Kawasaki Ninja 1000

આ બાઈકને કંપનીના પુણેમાંના પ્લાન્ટમાં એસેમ્બલ કરવામાં આવી છે. તે બે રંગમાં ઉપલબ્ધ થશે – કાળા અને લીલા.

આ સુપરબાઈકમાં આસિસ્ટ અને સ્લિપર ક્લચ, કાવાસાકી ઈન્ટેલિજન્ટ ABS છે

નવી નિન્જા બાઈકમાં 19-લીટર ફ્યુઅલ ટેન્ક છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]