બાર કંપનીઓ રૂ.8215 કરોડનાં કમર્શિયલ પેપર્સ બીએસઈમાં લિસ્ટ કરશે

મુંબઈ – એસબીઆઈ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસીસ, બિરલા ગ્રુપ હોલ્ડિંગ્સ પ્રાઈવેટ લિમિટેડ, નેશનલ હાઉસિંગ બેંક, આદિત્ય બિરલા કેપિટલ, લાર્સન એન્ડ ટુબ્રો, એસબીઆઈ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસીસ (ફર્ધર લિસ્ટિંગ), બીએએસએફ ઇન્ડિયા, રેમ્કો સિમેન્ટ્સ, આરતી ઇન્ડસ્ટ્રીઝ , એચટી મીડિયા, જીઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ અને હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલએ તેમનાં રૂ.8215 કરોડનાં કમર્શિયલ પેપર્સ લિસ્ટ કરવાની અરજી બીએસઈમાં કરી છે. આ કંપનીઓનાં કમર્શિયલ પેપર્સ 31 ડિસેમ્બર, 2019થી લિસ્ટ થશે.

અત્યાર સુધીમાં 50 ઈશ્યુઅરોએ કમર્શિયલ પેપર્સના 182 ઈશ્યુ કર્યા છે, જે રૂ.70,210 કરોડનાં કમર્શિયલ પેપરનું બીએસઈમાં લિસ્ટિંગ કરવામાં આવ્યું છે. આ ઈશ્યુઝની સરેરાશ 161દિવસની મુદત પરનું સરેરાશ વેઈટેડ એવરેજ યીલ્ડ 6.42 ટકા રહ્યું છે.

બીએસઈ દેશની કંપનીઓને મૂડી એકત્ર કરવામાં સહાય કરી રહ્યું છે. બીએસઈ બોન્ડ પ્લેટફોર્મ જુલાઈ 2016માં લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધી (30 ડિસેમ્બર, 2019)માં ભારતીય કંપનીઓના રૂ. 3,87,641.04 કરોડ (54.32 અબજ યુએસ ડોલર)ના ડેટનું લિસ્ટિંગ કરવામાં આવ્યું છે. આમાંથી બીએસઈએ સફળતાપૂર્વક રૂ.2,23,222 કરોડનું ભંડોળ (31.27 અબજ ડોલર) એકત્ર કરી આશરે 60 ટકા બજાર હિસ્સો પ્રાપ્ત કર્યો છે. છે. નાણાકીય વર્ષ 2019-20માં (27 ડિસેમ્બર, 2019) સુધીમાં બીએસઈએ સફળતાપૂર્વક રૂ.9,29,705 કરોડ (130.24 અબજ ડોલર) એકત્ર કર્યા છે.