મોદીસાહેબનો પાસપોર્ટ ખોવાયો?

બચ્ચન સાહેબનો નવો વિડીયો જોયો ને ? એમાં અમિતાભ બચ્ચનના કાળા ચશ્મા ખોવાઈ જાય છે અને પછી શોધાશોધ ચાલે છે.
અમને વિચાર આવ્યો કે જો આ રીતે મોદી સાહેબને લઈને કોઈ વિડીયો બનાવ્યો હોય તો કેવી મઝા પડે !….
*
મોદીજી : અરે સુનો, મેરા પાસપોર્ટ કહાં હૈ ?
અમિત શાહ : (અચાનક સ્ક્રીન ઉપર આવીને) બોલો મોટાભાઈ, શું થયું ?
મોદીજી : અરે, મારો પાસપોર્ટ દેખાતો નથી. દેખો ના. કહાં હૈ.
અમિતજી : (ચપટી વગાડતાં) હમણાં જ તપાસ કરાવું છું. ફટાફટ. (કોઈને મોબાઈલ ફોન કરતાં) અરે સુનો, સાહેબ કા પાસપોર્ટ…

(અચાનક જુદી જુદી ફ્રેમમાં જુદા જુદા લોકો શોધાશોધ કરી મૂકે છે ત્યાં કેજરીવાલ સ્ક્રીનમાં દેખાય છે.)

કેજરીવાલ : અબ યે ક્યા નયા ફિતૂર હૈ ? લોગોં કે પાસપોર્ટ ક્યું ઢૂંઢે જા રહે હૈ ? ગરીબ જનતા પરેશાન હો રહી હૈ. હર કિસી કે પાસ પાસપોર્ટ નહીં હોતા.
ઓવૈસી : હમ ને તો પહલે ભી કહા થા, હમ કાગઝ નહીં દિખાયેંગે… અબ પતા ચલા હૈ કિ ખુદ પ્રધાનમંત્રી કે પાસ કાગઝ નહીં હૈ.
અર્નબ ગોસ્વામી : હેલો ! વોટ ઈઝ ગોઈંગ ઓન ? નેશન વોન્ટ્સ ટુ નો ! દેશ મેં યે કૈસી જુઠી ખબરેં ફૈલાયી જા રહી હૈ? લગતા હૈ મોબાઈલ સે કુછ મિસ-ઇન્ફરર્મેશન વિદેશોં મેં જા રહી હૈ…
મમતા બેનર્જી : હમ મોબાઈલ નહીં દિખાયેંગે…
ઓવૈસી : હમ કુછ ભી નહીં દિખાયેંગે…


રાહુલજી : (ઊંઘમાંથી જાગ્યા હોય તેમ) …. ક્યા ? કુછ ભી નહીં ? મેરે પિતાજી કહા કરતે થે, હમેં દેખના હૈ ! મૈં ભી કહેતા હું હમેં દેખના હૈ…
સોનિયાજી : રાહુલ શટ અપ. વો લોગ શાયદ તુમ્હારી ડિગ્રી કા કાગઝ દેખના ચાહતે હૈં.
અમિત શાહ : (ફોન ઉપર) ક્યા હુઆ ? મિલા કે નહીં ?
અજીત દોવાલ : મૈં કુછ મદદ કરું ?
કેજરીવાલ : યે અજીત દોવલ કો ક્યું બુલાયા જા રહા હૈ ? ક્યા યે રાષ્ટ્રીય સુરક્ષા કા મામલા હૈ ?
પ્રિયંકાજી : સુરક્ષા ? મરી ઝેડ સુરક્ષા છીન લી ગઈ હૈ. અગર મુઝે કોરોના વાયરસ લગ ગયા તો ?
રાહુલજી : પ્રિયંકા, ડોન્ટ વરી. તુમ વો દવાઈ લે સકતી હો. હાઈડ્રોક્સીન… સોરી, હાઈડ્રોક્લોરો… સોરી, હાઈડ્રોક્વીન… હાઈડ્રો… હાઈડ્રોન…
સોનિયાજી : (હતાશ થઈને કપાળે હાથ મુકતાં) કમ ઓન રાહુલ, યે તો સંસ્ક્રીત નહીં હૈ !
રાહુલજી : સંક્રમિત ? કૌન હુઆ સંક્રમિત ?
અર્નબ ગોસ્વામી : કેન વી હેવ સમ ક્વાયેટ પ્લીઝ ? યે મેરી ન્યુઝ ચેનલ નહીં હૈ… ઔર સવાલ અભી ભી વહાં ખડા હૈ… વ્હેર ઈઝ ધ પાસપોર્ટ ?
અમિત શાહ : (અચાનક આવીને) લો, મિલ ગયા !!
મોદીજી : ઓહો.. વેરી ગુડ.. વેરી ગુડ.
અમિત શાહ : વૈસે ક્યા કામ થા પાસપોર્ટ કા ?
મોદીજી : ખાસ કુછ નહીં… જબ તક લોકડાઉન હૈ તબ તક તો ઈસ કી કોઈ જરૂરત નહીં હૈ, મગર જબ લોકડાઉન ખુલેગા તો… વિદેશ જાને કે લિયે ઈસ કી જરુરત પડ સકતી હૈ ના ? તો સોચા, જરા સંભાલ કે રખ દું !

-મન્નુ શેખચલ્લી

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]