કોરોનાના ફિલ્મી ડાયલોગ ! (રિ-મિક્સ)

આજકાલ જે માહોલ છે એ જોઈને એવું લાગે છે કે ફિલ્મના પરદે કેટલાક ફેમસ ડાયલોગ્સનું રિ-મિક્સ ચાલી રહ્યું છે ! જુઓ નમૂના…

કોવિદ-19 નામનો વાયરસ દુનિયામાં વૈજ્ઞાનિકોને કહી રહ્યો છે :
“હા હા હા… મૈં લોગોં કી બોડી મેં આતા હું, મગર સમજ મેં નહીં !”

એક થિયરી એવી ચાલી રહી છે કે ખુદ ચીને જ આ વાયરસ આખી દુનિયામાં ફેલાવ્યો છે. આ હિસાબે જુઓ તો કોઈ ચાઈનિઝ મુવીમાં જીન-પિંગ-શી દેખાઈ રહ્યા છે… એ કહે છે : (અભિનેતા રાજકુમારની સ્ટાઈલમાં)
“હમ વાર કરેંગે…
મગર, વો હથિયાર હમારા હોગા,
તરીકા ભી હમારા હોગા,
નિશાના ભી હમારા હોગા,
ઔર ‘જંતુ’ ભી હમારા હી હોગા ! ”

ભલભલા કરોડપતિઓને પણ ઘરમાં ભરાઈને બેસી રહેવું પડે છે. તો યાદ કરો, ‘દીવાર’નો પેલો ફેમસ સીન છે… અમિતાભની જગ્યાએ મુકેશ અંબાણી છે અને શશીકપૂરની જગ્યાએ કોઈ મામૂલી પોલીસમેન છે.
મુકેશ અંબાણી કહે છે :
“મેરે પાસ બંગલા હૈ, ગાડી હૈ, નોકર ચાકર હૈ, બેન્ક બેલેન્સ હૈ… તુમ્હારે પાસ ક્યા હૈ ?”
જવાબમાં પોલીસમેન કહે છે :
“મેરે પાસ યે પુલીસ કી વર્દી હૈ ! મૈં જહાં ભી ચાહું બિન્દાસ ઘૂમ સકતા હું !”

સરકાર આપણને કહ્યા કરે છે હાથ ધૂઓ… વારંવાર હાથ ધૂઓ.. સાબુથી અનેક વાર હાથ ધૂઓ…
આ જ વાત ઉપર યાદ આવે છે ‘શોલે’નો પેલો સીન !
ગબ્બર બે હાથમાં તલવાર ઉગામીને કહે છે :
“યે હાથ હમેં દે દે ઠાકુર !”
જવાબમાં ઠાકુર કહે છે :
“હાં લે લે ! સાલા, દિન મેં સૌ બાર ધો-ધો કર થક ગયા હું !”

લોક-ડાઉનને કારણે બિચારા પતિઓને ઘરમાં પુરાઈ રહેવું પડે છે. પ્રોબ્લેમ એ છે કે ઘરમાં તો પત્નીનું જ રાજ ચાલે છે… દ્રશ્ય એવું છે કે ન્યુઝ ચેનલના રિપોર્ટરને ઈન્ટરવ્યુ આપી રહેલો બિચારો પતિ કિચનમાં વાસણ માંજતા કહી રહ્યો છે : “લોક-ડાઉન સે ડર નહીં લગતા સા’બ… બીવી સે લગતા હૈ !”

(મન્નુ શેખચલ્લી)