હાથીના ચાવવાના જૂદા ને દેખાડવાના ય જૂદા

હાથીના ચાવવાના જૂદા ને દેખાડવાના ય જૂદા

 

હાથીને બહાર બે મોટા દાંત દેખાય છે તે દંતશૂળ કહેવાય છે, એ માત્ર દેખાવના છે. ચાવવા માટેના દાંત મ્હોંમાં હોય છે. અર્થાત, હાથીને બે પ્રકારના દાંત હોય છે. એક જે દેખાય છે એ દેખાડવાના અને બીજા જે ચાવવા માટે હોય છે એ.

હવે કોઈ માણસ જ્યારે બેવડાં ધોરણ રાખીને વર્તાવ કરતો હોય એટલે કે એ દેખાડે કાંઈક અને પોતે હોય બીજું કાંઈક. વર્તનમાં પણ એ કહે કાંઈક અને કરે કાંઈક. આવા માણસો બેવડી ફિતરત ધરાવતા હોય છે. સામાન્ય રીતે નકારાત્મક અર્થમાં જ હોય છે એટલે કે માણસ જેવો હોય છે એવો દેખાતો નથી. આવા દંભી પ્રકારના માણસો માટે આ કહેવત “હાથીના ચાવવાનાય જૂદા ને દેખાડવાનાય જૂદા” વપરાય છે.

હવે આજના જમાનામાં તો આવો ડુપ્લિકેટ એટલે કે બનાવટી અને દંભી પ્રકૃતિનો માણસ ન મળે તો જ નવાઈ પામવાની!

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.) 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]