તેરા તેલ ગયા, મેરા ખેલ ગયા

તેરા તેલ ગયા, મેરા ખેલ ગયાઃ બંને પક્ષ નુક્સાનીમાં

ગામડામાં ભવાઈનો ખેલ આવ્યો હતો. ગામ લોકો જોવા માટે ભેગા થયા હતા. એક સ્થાનિક વ્યક્તિ પાસેથી સ્ટેજ પર અજવાળું કરવા દીવા સળગાવવા દીવેલ લાવવા આ ભવાઈ કરનારે પૈસા ઉછીના લીધા. ભવાઈની જે આવક થાય તેમાંથી તે પૈસા ચૂકવી દેવાનો વાયદો કર્યો.

બન્યું એવું કે, દરમિયાનમાં પવનનું તોફાન આવ્યું. ભવાઈમાં ભંગાણ પડ્યું. લોકો વિખરાઈ ગયા. કોઈ આવક થઈ નહીં. પેલો માણસ સવારે દીવેલના પૈસા માંગવા લાગ્યો ત્યારે ભવાઈવાળાએ કહ્યું, “તેરા તેલ ગયા ઔર મેરા ખેલ ગયા” અર્થ થાય – એવો જોખમી ધંધો, જેમાં આવક આવવાની કોઈ સ્પષ્ટ ખાતરી ન હોય તેના આધાર પર કોઈ દિવસ ધિરાણ થાય નહીં.

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)