પુરુષના નસીબ આડે પાંદડું

 

     પુરુષના નસીબ આડે પાંદડું

 

પુરુષાર્થ સૌ કરે છે પણ લક્ષ્ય ના હોય ત્યાં સુધી એ ફળતો નથી. પુરુષ કુટુંબમાં આજીવિકા રળનાર અને આધાર ગણાય છે. આ કારણથી એણે સતત મહેનત અને પુરુષાર્થ કરતા રહેવું પડે છે. આમ કરતાં કરતાં જ્યારે ભાગ્ય પલટાય ત્યારે એકાએક સફળતા મળી જાય છે અને ગઈ કાલ સુધીનો નાથીયો નાથાલાલ બની જાય છે.

આમ પુરુષના નસીબ આડેનું પાંદડું એક લહેરખી આવવાથી ખસી જાય અને જેમ સુરજ આડેથી વાદળ હટી જતાં તે પૂર્ણ પ્રકાશ આપતો ઝળહળી ઊઠે તે જ રીતે પુરુષનું નસીબ પણ ઝળહળી ઊઠે છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)