ભેંસનાં શિંગડા ભેંસને ભારે

 

ભેંસનાં શિંગડા ભેંસને ભારે…

 

ભેંસને માથે મોટા શિંગડાં હોય છે. આ શિંગડાં ક્યારેક ક્યારેક ભેંસ માટે મુશ્કેલીનું કારણ પણ બને છે. બે ભેંસો લડે અને આ વાંકીયા જેવાં શિંગડા ભૂલે ચૂકે એકબીજામાં ભરાઈ જાય તો એને જુદાં પાડતાં આંખે પાણી આવી જાય.

આમ શિંગડું એટલે કે ભેંસને માટે બચવાનું સાધન અને એના શરીરનું અંગ છે. કહેવતનો મતલબ એ છે કે દરેકે પોતાનું વજન કે જવાબદારી ઊંચકવાની છે. અભિમાન કરો તો પણ એ તમારું છે. છેવટે ભેંસનાં શિંગડા ભેંસને જ ભારે પડે છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]