નાગાની પાંચશેરી ભારે

 

નાગાની પાંચશેરી ભારે

 

જે માણસ નીતિ નિયમથી ચાલે છે તેને જ તકલીફ પડે છે. શઠ અને નીતિ નિયમને નેવે મૂકી નાગાઈ કરનાર માણસથી સૌ બચીને ચાલે છે. ઘણી બધી વખત આ માણસ પોતાની નિર્લજ્જતા અથવા નાગાઈને કારણે ધાર્યો ફાયદો મેળવે છે.

પાંચશેરીનું વજન પાંચ શેર જ થાય પણ વિતંદાવાદ કે કુતર્ક થકી નાગો માણસ પોતાની દલીલ વ્યાજબી ઠરાવવામાં સફળ રહે છે અને પોતાનું કાટલું વધારે વજનનું છે એમ પૂરવાર કરે એ સંયોગોમાં આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)