ભણ્યોગણ્યો તે નામું લખે વગર ભણ્યો તે દીવો ધરે

 

ભણ્યોગણ્યો તે નામું લખે વગર ભણ્યો તે દીવો ધરે…

 

આ કહેવત થકી એવું કહેવાયું છે કે જે માણસ ભણી-ગણીને આગળ આવે છે તે જ વ્યક્તિ પોતાની આવડતને જોરે નામું લખી હિસાબનીષ તરીકે કામ કરી શકે. જે જમાનામાં વીજળી નહોતી તે જમાનામાં ફાનસ અથવા દીવો લઈને આ રીતે ખાતાવહી લખનાર માણસને મદદરૂપ થવાની જવાબદારી પેલો અભણ માણસ જે ચાકર તરીકે કામ કરતો હોય તેની હતી. આમ જેનામાં આવડત છે અને ભણ્યો ગણ્યો છે તે વ્યક્તિ સારું કામ મેળવે છે. સરવાળે આ કહેવત કેળવણીનું મહત્વ સમજાવે છે. કેળવણીના બહુ ફાયદા છે તે વાત આ કહેવત સામે મૂકે છે.