અજાણ્યું ને આંધળું બરાબર

 

          અજાણ્યું ને આંધળું બરાબર

 

ચક્ષુહિન દિવ્યાંગ વ્યક્તિ જોઈ શકતી નથી. આંખોના નૂર છીનવાઇ જવાના કારણે એના માટે સમગ્ર દુનિયા અંધકારમય ભાસે છે. કોઈકને કોઈ ટેકણલાકડી અથવા માર્ગદર્શન મળે તો જ એનું કામ થાય.

આવી જ સ્થિતિ અજાણ્યા માણસની છે. કોઈ વિસ્તાર અથવા પરિસ્થિતી વિશે સાવ અજાણ માણસ અજ્ઞાનરૂપી અંધકારમાં અટવાયા કરે છે. અને તેને યોગ્ય રાહબર મળે તો જ આ પરિસ્થિતિમાંથી બહાર આવીએ નિર્ધારિત ઠેકાણે જઈ શકે છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)