બેસતો રાજા અને આવતી વહુ

 

બેસતો રાજા અને આવતી વહુ

અંગ્રેજીમાં એક કહેવત છે. First impression is the last impression. કોઈ પણ વ્યક્તિ કોઈ હોદ્દો ધારણ કરે ત્યારે શરૂઆતમાં એના વ્યક્તિત્વ અને કાર્ય પદ્ધતિના કારણે એના વિશે જે છાપ ઊભી થાય છે તે છાપ આખર સુધી રહે છે. રાજા રાજગાદી સંભાળે અથવા ઘરની સામ્રાજ્ઞી વહુરાણી પરણીને સાસરે આવે ત્યારે એક નવા જ વાતાવરણમાં પ્રવેશ કરે છે. બધા એના વ્યક્તિત્વ અને વર્તુણકને ખૂબ બારીકાઈથી જુએ છે અને એના વિશે પોતાનું મંતવ્ય અથવા છાપ બાંધે છે. આ છાપ આખર સુધી આવી જ રહે છે. એને ત્યારબાદ બદલવી ઘણી જ કાઠી પડે છે.

આ કહેવતમાંથી એ બોધપાઠ લેવાનો છે કે કાંઈ પણ નવી કામગીરી, નવું વાતાવરણ, નવા લોકો વચ્ચે જવાનું થાય તો બહુ જ કુશળતાથી પોતાની જાતને એ માટે તૈયાર કરી પહેલી છાપ એક સક્ષમ અને સુવ્યવસ્થિત વ્યક્તિની પડે તે ધ્યાન રાખવું જોઈએ.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]