હક્કરમી (સત્કર્મી)ની જીભ અને અક્કરમીનાં ટાંટિયા

 

હક્કરમી (સત્કર્મી)ની જીભ અને અક્કરમીનાં ટાંટિયા

 

બે પ્રકારના માણસો હોય છે. એક હુકમ કરે છે, જે હાકેમ કહેવાય છે. આપણે ભાગ્યાધીન જીવન વ્યવસ્થાની સંસ્કૃતિમાં ઉછર્યા છીએ એટલે જેણે સત્કર્મ કર્યા હોય એ હાકેમ બને પણ સામે જેણે એ હુકમનો અમલ કરવાનો છે એણે તો મહેનત કરવી પડે, પગ ચલાવી દોડવું પડે, આંટાફેરા કરવા પડે. આ બંનેના વચ્ચે ભેદરેખા દોરવા માટે આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)