માળી ઊઠ્યો ફૂલ લે કાંઈ ચોટી નહીં લે

 

માળી ઊઠ્યો ફૂલ લે કાંઈ ચોટી નહીં લે…

કંઈક ખોટું કર્યું હોય અથવા ભૂલ કરી હોય ત્યારે એના પ્રમાણમાં સજા થાય. માળી બાગ ઉગાડે, બાગમાં ફૂલ આવે અને કોઈ ચોરી છૂપીથી ફૂલ તોડી લેતાં પકડાઈ જાય તો વધારેમાં વધારે શું થાય? કાં તો ફૂલ પાછું લઈ લે અથવા એના બદલામાં એની કિંમત લે. આ કંઇ એવી મોટી ચોરી નથી કે બહુ ભારે સજા કરાય. ઘણીવાર આ જ પ્રકારની કહેવત “ચીભડાના ચોરને ફાંસીની સજા ન હોય” એ રીતે વપરાતી હોય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]