દુર્જન કી કિરપા બૂરી, ભલો સજન કો ત્રાસ…

દુર્જન કી કિરપા બૂરી, ભલો સજન કો ત્રાસ

સૂરજ જબ ગરમી તપે, તબ બરખા કી આસ

 

માણસ દુર્જન અથવા શઠ હોય અને તમારા માટે એ કાંઈક કરે એટલે કે તમારા પર કૃપા કરે તો એની પાછળ પણ કોઈક હેતુ હોય. આમ, શરૂમાં ભલે ઉપકારક લાગે તો પણ દુર્જન દ્વારા કરવામાં આવતી કોઈ પણ મહેરબાની અંતે તો મુશ્કેલી અથવા તો પસ્તાવા તરફ જ લઈ જાય છે.

આનાથી ઊલટું કોઈ સજ્જન માણસ સહેજ કડકાઇ વરતે અથવા ત્રાસ આપે તો પણ એ અંતે લાભદાયક પુરવાર થાય છે. અહીંયાં દાખલો સુરજનો આપ્યો છે. ઉનાળા દરમ્યાન ગરમીનો પારો વધતો જ જાય છે. સુરજદાદા ત્રાહિમામ ત્રાહિમામ કરાવી દે છે. પણ એ આકરો તાપ જ દરિયાના પાણીમાંથી વરાળ બનાવીને વાદળાનું સર્જન કરે છે જેના કારણે આપણે ચોમાસામાં સારો વરસાદ મેળવી શકીએ છીએ. આ રીતે સુરજનો આકરો તાપ સરવાળે તો સૌના ભલા માટે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]