ગરીબ સતે આગળું હોય

 

ગરીબ સતે આગળું હોય…

 

 

ગરીબ માણસ ભલે સાધનો અને સંપત્તિના અભાવમાં જીવતો હોય પણ જ્યારે સત્યની સાથે ઊભા રહેવાની વાત આવે ત્યારે એ હંમેશા સચ્ચાઈ સાથે ઊભો રહેશે. કારણકે ઇજ્જત આબરૂ એ જ એના માટે ધન અને લક્ષ્મી છે.

આ કારણથી ગરીબ માણસ આત્મનિષ્ઠાની બાબતમાં સાધન સંપન્ન માણસો કરતાં વધુ આગળ હોય છે.

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)