‘ખુશ રહેવાનો સિદ્ધાન્ત’

English Version
નોબેલ ઈનામ વિજેતા વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સટાઈનનો

‘ખુશ રહેવાનો સિદ્ધાન્ત’

૧૯૨૨ની સાલમાં આઈન્સટાઈન ટોકિયોની ઈમ્પિરીયલ હોટેલમાં ઉતર્યા હતા.

ત્યાં પોતાના રૂમ એેટેન્ડન્ટ યુવકને ટિપ આપવાનું એમને મન થયું, પણ એમની પાસે ત્યારે પૈસા નહોતા.

પરંતુ એમણે તેનાથીય વધારે મહત્વની ચીજ એ રૂમ એેટેન્ડન્ટ યુવકને આપી હતી.

આઈન્સટાઈને એક કાગળ પર જર્મન ભાષામાં પોતાના હસ્તાક્ષરમાં એક સંદેશો લખ્યો હતો અને એ કાગળ એમણે પેલા યુવકને ટિપ તરીકે આપ્યો હતો.

એ કાગળ પર આઈન્સ્ટાઈને લખ્યો હતો,  ‘ખુશ રહેવાનો સિદ્ધાંત.’

આઈન્સ્ટાઈનનો એ હસ્તલિખિત કાગળ ઈઝરાયલના યેરુસલેમ શહેરમાં ૨૦૧૭ના ઓક્ટોબરમાં આયોજિત એક હરાજીમાં ૧૫ લાખ ડોલરમાં વેચાયો હતો.

વાત પૈસાની નથી, પણ એ કાગળ પર જે સલાહ લખી હતી એ અમૂલ્ય છે.

આઈન્સ્ટાઈને તે સંદેશામાં આમ લખ્યું હતું:

‘સફળતાનો સતત અને માનસિક ઉચાટ સાથે પીછો કરવાને બદલે સંતુષ્ટ અને સરળ જીવન વધારે આનંદ આપે છે.’

*****

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]