બરફાચ્છાદિત વેકેશન માણતાં વિરાટ કોહલી, અનુષ્કા શર્મા…

ભારતની ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી અને એની બોલીવૂડ અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા નવા વર્ષના આરંભની ઉજવણી કરવા હાલ કોઈક અઘોષિત સ્થળે ગયાં છે અને ત્યાં બરફાચ્છાદિત વેકેશનની મજા માણી રહ્યાં છે. બંનેની આ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે. બેકગ્રાઉન્ડમાં બરફથી છવાયેલાં પહાડો દેખાતા હોવાથી વિરુષ્કા દંપતી સ્વિટ્ઝરલેન્ડ ગયું હોવાનું મનાય છે. ભારતીય ક્રિકેટ ટીમ 3-ટ્વેન્ટી20 મેચોની સિરીઝ રમવા માટે જાન્યુઆરીના પહેલા જ અઠવાડિયામાં ભારતના પ્રવાસે આવી રહી છે. પહેલી મેચ પાંચ જાન્યુઆરીએ ગુવાહાટીમાં રમાવાની છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]