ફ્રાન્સનો વાર્ષિક ચોકલેટ ફેર, મોડેલ્સનું ચોકલેટ ડ્રેસીસમાં રેમ્પવોક…

ફ્રાન્સના પાટનગર પેરિસમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોકલેટ ફેર યોજવામાં આવ્યો છે. 30 ઓક્ટોબર, બુધવારથી શરૂ થયેલો આ ચોકલેટ મેળો 3 નવેંબર સુધી ચાલશે. એમાં વિવિધ પ્રકારની ચોકલેટ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ વખતના ચોકલેટ ફેરની નવીનતા ચોકલેટ ફેશન શો છે, જેમાં મોડેલ્સે ચોકલેટથી ભરેલા ડ્રેસીસ પહેરીને રેમ્પ વોક કર્યું હતું. આ ચોકલેટ મેળામાં ચોકલેટના હજારો નિષ્ણાત, પેસ્ટ્રી રસોયાઓ, ડિઝાઈનર્સ અને કોકોનાં વિશેષજ્ઞોએ હાજરી આપી હતી અને પોતપોતાની ચોકલેટ કૃતિઓ, રચનાઓ ડિસ્પ્લે કરી હતી.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]