બેંગકોકના ટાવરના કાચના ડેક પર રોમાંચક અનુભવ…

થાઈલેન્ડના પાટનગર બેંગકોકના સૌથી ઊંચા મકાન, 74-માળના ‘કિંગ પાવર મહાનાખોન’ ટાવરની છત પર બેસાડવામાં આવેલું નવું કાચનું ડેક અથવા ગ્લાસ ફ્લોર કે કાચનું સ્કાયવોક પર્યટકો, મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. લોકો આ કાચના ડેક પર બેસીને અને સૂઈને તસવીરો પડાવીને રોમાંચ સાથે આનંદ માણતા હોય છે. આ ઈમારતની લિફ્ટ પણ અજબ ટેક્નોલોજીવાળી છે. માત્ર 50 સેકંડમાં જ લિફ્ટ ભોંયતળીયેથી 74મા માળે પહોંચાડી દે છે. છત પર બેસાડવામાં આવેલા આ ગ્લાસ ડેક કે કાચના સ્કાયવોક પરથી બેંગકોકનું 360-ડિગ્રી વિહંગાવલોકન કરી શકાય છે. ગ્લાસ પ્લેટફોર્મ પર પગ મૂકતાં પહેલાં મુલાકાતીઓએ એમનાં પગરખાંઓની ઉપર ખાસ પ્રકારના કાપડનાં પ્રોટેક્ટિવ બુટીઝ (મોજાં) પહેરી લેવા પડે છે. આ ગ્લાસ ડેક પર 1 કલાકનો સમય વિતાવવા માટે 1800 રૂપિયાની ફી રાખવામાં આવી છે.