કશ્મીરના ગુલમર્ગમાં મોસમની પહેલી બરફવર્ષા થઈ…

પર્યટકોએ 6 નવેંબર, બુધવારે ઉત્તર કશ્મીરના બારામુલ્લા જિલ્લાના ગુલમર્ગમાં મોસમની પહેલી હિમવર્ષાનો આનંદ માણ્યો છે.


રિસોર્ટ શહેર ગુલમર્ગના રસ્તાઓ પર બરફ છવાઈ ગયો હતો એને કારણે જાણે સફેદ ચાદર પાથરી હોય એવું દ્રશ્ય લાગતું હતું.


ગુલમર્ગ ઉપરાંત સોનમર્ગ, મુગલ રોડ, ઝોજીલા જેવા પહાડી વિસ્તારોમાં પણ બરફ પડ્યો હતો.
શ્રીનગર શહેર સહિત અન્ય મેદાન વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો જેને કારણે વાતાવરણમાં ઠંડી પ્રસરી ગઈ છે.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]