વડા પ્રધાન મોદી કશ્મીરમાંઃ દાલ લેકમાં સહેલગાહ કરી…

0
4253
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 3 ફેબ્રુઆરી, રવિવારે જમ્મુ-કશ્મીર રાજ્યની એક દિવસની મુલાકાત દરમિયાન શ્રીનગરના સુપ્રસિદ્ધ પર્યટનસ્થળ દાલ સરોવર ખાતે ગયા હતા અને મોટરબોટમાં બેસીને સરોવરની સહેલગાહનો આનંદ માણ્યો હતો. મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને દાલ સરોવર તથા આસપાસના વિસ્તારમાં સુરક્ષાનો અત્યંત કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. કશ્મીરમાં ઉગ્રવાદ સામે કડક પગલાં લેવાયા બાદ દાલ સરોવરમાં સહેલગાહ કરનાર મોદી દેશનાં પહેલા જ વડા પ્રધાન છે.