યુરોપના દેશોની લોકપ્રિય, ડરામણી ક્રેમ્પસ પરેડ…

મધ્ય યુરોપના દેશો, ખાસ કરીને ઓસ્ટ્રિયા, જર્મની, હંગેરી, ચેક રિપબ્લિક, સ્પેનમાં લોકો દર વર્ષે ડિસેમ્બરના આરંભમાં, ક્રિસમસ તહેવાર પૂર્વે, એક અજબગજબનો ઉત્સવ માણતા હોય છે. એમાં લોકો બિહામણા, ડરામણા મુખવટા અને કોસ્ચ્યૂમ્સ પહેરીને રસ્તા પર પરેડ સ્વરૂપે નીકળે છે. પરેડમાં ભાગ લેનારાઓ 'અડધો બકરા કે વરુ અને અડધો શેતાન'નો વેશ ધારણ કરીને આવે છે. ડરામણા પાત્રને ક્રેમ્પસ નામ આપવામાં આવ્યું છે. આ પ્રમાણેની પરેડ કરવા પાછળનો હેતુ બાળકો અને મોટેરાંઓને એવો ડર બતાવવાનો હોય છે કે ગેરવર્તન કરશો તો શિક્ષા કરવામાં આવશે. નાતાલના તહેવાર કરતાં ક્રેમ્પસ ઉત્સવ તદ્દન વિપરીત પ્રકારનો હોય છે. નાતાલમાં તો એવી પ્રથા છે કે સારું વર્તન કરનાર બાળકોને સંત નિકોલસ (સાન્તા ક્લોઝ) ઈનામ રૂપે ગિફ્ટ્સ આપતા હોય છે. ક્રેમ્પસમાં એનાથી ઊલટું છે. મા-બાપ એમના તોફાની-શરારતી બાળકોને સમજાવે કે તોફાન કરશો તો ક્રેમ્પસ આવશે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]