મોદી મોહી પડ્યા સિક્કીમની સુંદરતા પર…

0
2638
સિક્કીમ રાજ્યના એરપોર્ટનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 24 સપ્ટેંબર, સોમવારે ઉદઘાટન કર્યું. મોદી પશ્ચિમ બંગાળના બાગડોગરા ખાતેથી હેલિકોપ્ટર દ્વારા સિક્કીમના પાટનગર ગેંગટોકના આર્મી હેલિપેડ ખાતે પહોંચ્યા હતા. હેલિકોપ્ટર સફર દરમિયાન એમણે બારીમાંથી સિક્કીમનું સુંદર, પહાડી કુદરતી સૌંદર્ય નિહાળ્યું હતું. વડા પ્રધાન એની પર મોહી પડ્યા અને હેલિકોપ્ટરમાંથી ચાર તસવીરો ક્લિક કરી હતી, જેને એમણે સોશિયલ મિડિયા પર શેર પણ કરી છે.