ડાઈનાસોર મ્યુઝિયમઃ રૈયોલી (ગુજરાત)…

ગુજરાતના રૈયોલી ગામમાં ભારતનું સૌથી મોટું ડાઈનાસોર પ્રાણીનું મ્યુઝિયમ અને ફોસીલ પાર્ક આવેલું છે. આ ગામ મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં આવેલું છે. વિશ્વમાં આ ત્રીજા નંબરનું સૌથી મોટું સ્થળ છે જ્યાં ડાઈનાસોરનાં અવશેષો મળી આવ્યા હતા. હજારો વર્ષોથી જેનું પૃથ્વી પર અસ્તિત્વ રહ્યું નથી એવા ડાઈનાસોર પ્રાણીનાં હજારો ઈંડા તથા અવશેષો આ સ્થળેથી મળી આવ્યા હતા તેથી રૈયોલી ડાયનાસોર ભૂમિ તરીકે જાણીતું થયું છે. ફોસીલ પાર્કમાં ડાઈનાસોર પ્રાણીના વિરાટ કદની પ્રતિમાઓ અને પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે. આ મ્યુઝિયમ-પાર્કમાં 3D પ્રોજેક્શન જેવી આધુનિક ટેક્નોલોજી, વર્ચુઅલ રિયાલિટી, ઈન્ટરએક્ટિવ કિઓસ્ક છે. મ્યુઝિયમમાં આશરે 10 ગેલેરીઓ છે જેમાં ભારતમાં ડાઈનાસોરની હાજરી દર્શાવતી વિગતો છે.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]