તેજસ એક્સપ્રેસઃ શરૂ થઈ દેશની પહેલી પ્રાઈવેટ ટ્રેન…

ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉ અને રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હી વચ્ચે નવી શરૂ કરવામાં આવેલી 'લખનઉ-નવી દિલ્હી તેજસ એક્સપ્રેસ' ભારતની પહેલી ખાનગી ટ્રેન છે. આ ટ્રેનને 4 ઓક્ટોબર, શુક્રવારે લખનઉના ચારબાગ રેલવે સ્ટેશનેથી ઉ.પ્ર.ના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે લીલી ઝંડી બતાવીને એની સેવાનો શુભારંભ કરાવ્યો હતો. ભારતીય રેલવે તંત્રની કંપની IRCTC (ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન) દ્વારા આ ટ્રેન શરૂ કરવામાં આવી છે. જુઓ ટ્રેનના ડબ્બાની અંદરનું દ્રશ્ય.


દેશની આ પહેલી કોર્પોરેટ ટ્રેન સપ્તાહમાં 6 દિવસ દોડાવાશે


તેજસ એક્સપ્રેસ ટ્રેનની વિશેષતાઃ ટ્રેન મોડી પડશે તો પ્રવાસીઓને વળતર ચૂકવવામાં આવશે, પ્રવાસીઓનો 25 લાખ રૂપિયા સુધીનો મફત વીમો ઉતરાવાય છે, પ્રવાસીઓને ઈન્ફોટેનમેન્ટ, ભોજનની સુવિધા અપાય છે.