જય સોમનાથ… અતિ સુંદર અને સ્વચ્છ સ્ટેશન…

પશ્ચિમ રેલવેના ભાવનગર વિભાગના સોમનાથ રેલવે સ્ટેશનનો આ છે નયનરમ્ય વ્યૂ. સ્ટેશનની સ્વચ્છતા ધ્યાન ખેંચનારી છે. સોમનાથ ગુજરાતનું મહત્ત્વનું યાત્રાધામ અને પર્યટન નગર છે. અહીંના સાગરકાંઠે આવેલું ભવ્ય સોમનાથ મંદિર ભગવાન શંકરના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ હોવાનું મનાય છે. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય.