ધોનીની દીકરી ઝીવા 4 વર્ષની થઈ; રાંચીમાં ઉજવ્યો જન્મદિવસ…

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને વિક્રમસર્જક વિકેટકીપર-કમ-બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીની પુુત્રી ઝીવાએ 6 ફેબ્રુઆરી, બુધવારે રાંચી શહેરમાં પોતાનાં નિવાસસ્થાને એની મમ્મી સાક્ષી અને દાદા-દાદી સાથે પોતાનો ચોથો જન્મદિવસ ઉજવ્યો હતો. એની અમુક તસવીરો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ છે. ધોની હાલ ન્યૂઝીલેન્ડમાં ટ્વેન્ટી-20 સીરિઝ રમી રહ્યો છે. વેલિંગ્ટનમાં પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ વખતે દર્શકોમાંથી એક જણે ઝીવાને જન્મદિવસની શુભેચ્છા દર્શાવતું પ્લેકાર્ડ દર્શાવ્યું હતું. ચાર વર્ષ પહેલાં જ્યારે ઝીવાનો જન્મ થયો હતો ત્યારે પણ ધોની વિદેશપ્રવાસે હતો. 2015માં એ ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ કપ સ્પર્ધા રમવા ગયો હતો.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]