ફ્રીડમ સિરીઝ ટ્રોફી સાથે કોહલી-પ્લેસી…

ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી અને દક્ષિણ આફ્રિકાનો કેપ્ટન ફાફ ડુ પ્લેસી કેપ ટાઉન શહેરના ન્યૂલેન્ડ્સ મેદાન પર ‘ફ્રીડમ સિરીઝ’ ટ્રોફી સાથે તસવીરકારોને પોઝ આપી રહ્યા છે. બંને ટીમ વચ્ચે ત્રણ-ટેસ્ટ મેચોની સિરીઝ પાંચ જાન્યુઆરીથી શરૂ થવાની છે. જે ટીમ ટેસ્ટ સિરીઝ જીતશે એને આ ટ્રોફી મળશે. ટ્રોફીને આ નામ મહાત્મા ગાંધી અને નેલ્સન મંડેલાની સ્મૃતિમાં સમર્પિત કરવામાં આવ્યું છે, જેમણે પોતપોતાના દેશ – ભારત અને દક્ષિણ આફ્રિકાને અહિંસા દ્વારા આઝાદી અપાવી હતી. બીજી ટેસ્ટ 13 જાન્યુઆરીથી સેન્ચુરીયન શહેરના સુપરસ્પોર્ટ પાર્કમાં અને ત્રીજી તથા છેલ્લી ટેસ્ટ 24 જાન્યુઆરીથી જોહનિસબર્ગના ન્યૂ વોન્ડરર્સ સ્ટેડિયમમાં રમાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]