કોહલી પત્ની અનુષ્કાસહ મુંબઈ પાછો ફર્યો…

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019માં રમ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે 18 જુલાઈ, ગુરુવારે મોડી સાંજે મુંબઈ પાછો ફર્યો હતો. વર્લ્ડ કપમાં ભારતનો પહેલી જ મેચથી સરસ દેખાવ રહ્યો હતો, પણ સેમી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે આંચકાજનક રીતે 18-રનથી હારી ગઈ હતી.