GallerySports વિદર્ભ સતત બીજા વર્ષે રણજી ટ્રોફી ચેમ્પિયન બન્યું… February 7, 2019 Share on Facebook Tweet on Twitter ફૈઝ ફસલના નેતૃત્ત્વ હેઠળ અને ચંદ્રકાંત પંડિતના કોચપદ હેઠળ વિદર્ભ ટીમે સતત બીજી વાર રણજી ટ્રોફી ક્રિકેટ સ્પર્ધા જીતી છે. નાગપુરમાં રમાઈ ગયેલી ફાઈનલ મેચમાં વિદર્ભ ટીમે જયદેવ ઉનડકટની આગેવાની હેઠળની સૌરાષ્ટ્ર ટીમને 7 ફેબ્રુઆરી, ગુરુવારે 78-રનથી પરાજય આપ્યો હતો. વિદર્ભ ટીમે ગયા વર્ષે પણ ટ્રોફી જીતી હતી. સતત બે વાર રણજી ટ્રોફી જીતનાર વિદર્ભ દેશની સાતમી ટીમ બની છે. અન્ય ટીમો છેઃ મુંબઈ, મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક, રાજસ્થાન અને કર્ણાટક. ટૂંકો સ્કોરઃ વિદર્ભ 312 અને 200. સૌરાષ્ટ્ર 307 અને 127 (58.4 ઓવર) વિશ્વરાજ જાડેજા 52, આદિત્ય સરવટે 59 રનમાં 6 વિકેટ. કેપ્ટન ફૈઝ ફસલ અને કોચ ચંદ્રકાંત પંડિત