ભારતની શૂટિંગ ટીમ ગોલ્ડ મેડલો સાથે સ્વદેશ પાછી ફરી…

બ્રાઝિલના રિયો ડી જેનેરોમાં યોજાઈ ગયેલી રાઈફલ એન્ડ પિસ્તોલ વર્લ્ડ કપ સ્પર્ધામાં શાનદાર દેખાવ કરીને ભારતના પુરુષો અને મહિલાઓની ટીમ નવી દિલ્હી પાછી ફરી છે. 6 સપ્ટેંબર, શુક્રવારે ટીમનાં સભ્યો કેન્દ્રીય સ્પોર્ટ્સ પ્રધાન કિરન રિજીજુને મળ્યા હતા. રિયોમાંની સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓએ કુલ પાંચ ગોલ્ડ મેડલ, બે સિલ્વર મેડલ અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. મનુ ભાકર અને સૌરભ ચૌધરીએ 10 મીટર એર પિસ્તોલ હરીફાઈમાં મિક્સ્ડ ટીમનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે ભારતના 14 રાઈફલ અને પિસ્તોલ શૂટરો આ વર્ષના અંત ભાગમાં ચીનમાં યોજાનાર વર્લ્ડ કપ ફાઈનલ્સ સ્પર્ધા માટે ક્વાલિફાય થયા છે.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]